અમરેલી ખાતે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે : સંસ્થા અને મંડળોએ તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં પ્રવેશ પત્ર મોકલવા

ગાંધીનગર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી અમરેલી સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન આગામી સમયમાં થશે. જિલ્લાકક્ષાએ રાસ, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા વિભાગની સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં પ્રથમ નંબરે આવનાર વૃંદને રાજ્યકક્ષાએ અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા તક મળશે. રાસ, પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થા કે મંડળોએ કચેરી બ્લોગ એડ્રેસ dydoamreli.blogspot.com પરથી અથવા કચેરી પરથી પ્રવેશ પત્ર મેળવી લેવા. પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા, રાસ સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષ વયમર્યાદામાં કલાકારો ભાગ લઈ શકશે. સંસ્થા અને મંડળોએ પોતાનું પ્રવેશ પત્ર તૈયાર કરી ઉંમરના આધાર-પુરાવા (આધારકાર્ડ, જન્મ તારીખ દાખલો), નામ, સરનામુ, મોબાઈલ નંબર વગેરે બાબતોનો ઉલ્લેખ કરવો. તા.૧૦.૦૯.૨૦૨૪ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ કચેરી, બહુમાળી ભવન, બ્લોક સી, રુમ નં. ૧૧૦,૧૧૧, પ્રથમ માળ, અમરેલી પિન ૩૬૫૬૦૧ને મોકલવા. આ અંગેની વધુ વિગતો માટે ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવા અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments