અમરેલી

અમરેલી ખાતે   જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા અને અનુસુચિતજાતિ મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

પ્રદેશ ભાજપ તેમજ અમરેલી જીલ્લા ભાજપની સુચના અનુસાર અમરેલી જીલ્લા  ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ અનુસુચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ધરણા  કાર્યક્રમ મોટા બસ સ્ટેન્ડ ચોક ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ ની પ્રતિમા પાસે ધરણા કાર્યક્રમ યોજાયેલો.તાજેતરમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી એ અમેરિકામાં જઈ એક વિભાજન કારી નિવેદન કરેલું તેને  મોરચાઓ દ્વારા વખોડવામાં આવેલ અને તેના નિવેદનનો વિરોધ કરવામાં આવેલો આ ધરણાના કાર્યક્રમમાં ધારી –બગસરાના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા ખાસ ઉપસ્થિત રહેલા તેમજ અમરેલી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી રાજુભાઈ ભૂતૈયા તેમજ અમરેલી જીલ્લા ભાજપ અનુસુચિત જાતિના પ્રમુખશ્રી કેશુભાઈ વાઘેલા તેમજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી મયુરભાઈ માંજરીયા તેમજ પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિના પ્રદેશ કારોબારી સભ્ય શ્રી વિરજીભાઈ બોરીચા ,તેમજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય શ્રીજગદીશભાઈ ધરજીયા,શ્રીવાઘજીભાઈ જોગદીયા,જીલ્લા ભાજપ મંત્રીશ્રી મનોજભાઈ મહીડા,જીલ્લા પંચાયતના પૂર્વ  ઉપપ્રમુખશ્રી ભુપતભાઈ વાળા તેમજ શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રતિનિધિ કરશનભાઈ ચૌહાણ ,પૂર્વ ચેરમેનશ્રી મુકેશભાઈ બગડા,નીતિનભાઈ રાઠોડ,જીલ્લા  પંચાયતના કારોબારી ચેરમેનશ્રી કરશન ભાઈ ભીલ,જીલ્લા પંચાયતના સદસ્યશ્રી વિક્રમભાઈ શિયાળ,અમરેલી જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન શ્રીઅશ્વિનભાઈ કુંજડીયા,શંભુભાઈ  મહીડા,

અમરેલી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ ચાવડા તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અનિરુધ્ધભાઈ વાળા,તેમજ ધારી થી જીતુભાઈ જોષી,બાબભાઈ વાળા,બીચ્ચુભાઈ વાળા તેમજ ખાંભા થી ભીખુભાઈ સરવૈયા,સહકારી અગ્રણી શ્રીધીરુભાઈ વાળા તેમજ અમરેલી જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખશ્રી મધુભાઈ ચાવડા, અમરેલી નગરપાલિકાના સદસ્યશ્રીઓ તુલસીભાઈ મકવાણા ,ચિરાગભાઈ ચાવડા ,નીલેશભાઈ ધાધલ,મનીષભાઈ ધરજીયા,દીલાભાઈ વાળા,નરેશભાઈ મહેતા તેમજ સા.કું.થી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ,હસુભાઈ ચૌહાણ,કેશુભાઈ બગડા,મયુરભાઈ રબારી,કેતનભાઈ કેશુર તેમજ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખશ્રી ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી,વનરાજભાઈ વાળા,કમલેશભાઈ સોલંકી તેમજ લાઠી થી પરેશભાઈ સરવૈયા,કિશોરભાઈ અજુગીયા,નાથુભાઈ ધાધલ,ભીખુભાઈ ધારિયા,ચિરાગભાઈ પરમાર, કાળુભાઈ પરમાર, કાર્યાલય મંત્રી શ્રીમહેન્દ્રભાઈ ચાવડા,પ્રેસ મીડિયા કન્વીનર શ્રીજીજ્ઞેશભાઈ દાફડા તેમજ જીલ્લા ભરમાંથી બંને જીલ્લા મોરચામાંથી મંડળના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ તેમજ  આગેવાન કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહેલા અને સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અમરેલી જીલ્લા ભાજપ અનુ.જાતિ.મોરચાના મહામંત્રી શ્રી સંદીપભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલું તેમ જીલ્લા ભાજપની અખબારી યાદી જણાવેલ.

Related Posts