અમરેલી ખાતે દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં અરજી કરવી
દિવ્યાંગ નાગરિકો માટે ધરાવતા દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે. અંધ, બહેરા-મૂંગા, અપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુદ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગોને કામ પર રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસ્મેન્ટ ઓફિસર માટે રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨માં ભાગ લેવા હેતુસર અરજીપત્રક ભરવાનું રહે છે. આ અરજી માટેનો નિયત નમૂનો વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
તેમજ તે જિલ્લા રોજગાર કચેરી, સી-બ્લોક, પહેલો માળ, બહુમાળી ભવન, અમરેલી ખાતેથી વિનામૂલ્યે તા.૧૯ સપ્ટેમ્બર સુધીમાં મેળવી શકાશે અરજીપત્રક ભરી જરૂરી સાધમિક દસ્તાવેજ બિડાણો સાથેની બે નકલ રૂબરૂ અથવા ટપાલથી જિલ્લા રોજગાર કચેરી-અમરેલીને મોકલવાની રહેશે. વધુ વિગત માટે નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો એવું જિલ્લા રોજગાર કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments