અમરેલી ખાતે ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ માં એક શહીદ પોલીસ પરિવાર,ચાર સ્વાતંત્ર્ય સેનાની,૪૮ નિવૃત્ત આર્મીમેન, ૪૨ નિવૃત્ત પોલીસ જવાનો નું અને તેમના પરિવારો નું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.અમરેલી તા.૧૭ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલી શહેર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય
શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન,વીરોને વંદન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર સૈનિકોના પરિવારજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સૌ ગ્રામજનો સહિતનાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી, હાથમાં માટી લઈને પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ પ્રસંગે બાળાઓએ સાંસ્કૃત્તિક કૃત્તિઓ રજૂ કરી હતી. તિરંગો ફરકાવી દેશભક્તિના અવસરની ઉજવણી કરી હતી. મહાનુભાવોના હસ્તે
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર સૈનિકોના પરિવારજનોને સનમાનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સૌ પ્રથમ કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવાં એ કાર્યક્રમ ની પ્રાથમિક રૂપરેખા આપેલ હતી. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ જણાવ્યુ હતુ કે, “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ એ આપણા સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર માટેના તેમના બલિદાનને યાદ કરવાનો અવસર છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીરોને યોગ્ય સન્માન આપવાનું કાર્ય કર્યુ તે દેશ માટે ગૌરવ સમાન છે.
કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષાબેન રામાણી, પદાધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ, નગરજનો, વિદ્યાર્થીઓ સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નગરપાલિકા ના હેડ ક્લાર્ક દિનેશ સાવલિયા,દીપક ગળથીયા,નીતિન કારિયા,મન્સુર ગઢિયા તેમજ પાલિકા કર્મીઓ દ્વારા કરવામાં આવેલ હતું.
અમરેલી ખાતે ‘મારી માટી, મારો દેશ’ ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ

Recent Comments