ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ બપોરે ૧૨.૩૦ થી બપોરે ૧.૩૦ વાગ્યા દરમિયાન યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા માટે ઉમેદવારોને પોતાનું પરીક્ષા કેન્દ્ર (શાળા/કોલેજ) શોધવામાં સરળતા રહે તે હેતુથી તેમજ પરીક્ષાલક્ષી અન્ય કોઈ માહિતીની જરુરિયાત હોય તેવા ઉમેદવારોને માહિતી પૂરી પાડી શકાય અને માર્ગદર્શન આપી શકાય તે માટે જિલ્લા પંચાયત અમરેલી ખાતે તા.૨૭/૦૪/૨૦૨૩ થી તા.૦૪/૦૫/૨૦૨૩ સુધી કચેરી સમય દરમિયાન તેમજ તા.૦૫/૦૫/૨૦૨૩ ના સવારે ૧૦:૦૦ કલાકથી તા.૦૭/૦૫/૨૦૨૩ના સાંજે ૫:૦૦ કલાક સુધી અત્રેથી ટેલીફોનિક હેલ્પ લાઈન નં.(૦૨૭૯૨) ૨૨૩૬૧૩ શરુ કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ આ નંબર પર કોલ કરીને જરુરી માહિતી પ્રાપ્ત કરી શકે છે તેમ ચીફ ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર-વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી ખાતે યોજાનાર ગ્રામ પંચાયત સેક્રેટરી સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે હેલ્પ લાઈન નં.૦૨૭૯૨-૨૨૩૬૧૩ જાહેર

Recent Comments