અમરેલી

અમરેલી ખાતે યોજાયેલા સખી મેળામાં ૩૦ સ્ટોલ પર સ્વસહાય જૂથની બહેનોનું કૌશલ્ય ઝળક્યું

વંદે ગુજરાત અંતર્ગત

સખી મેળા દરમિયાન અંદાજે રુ. ૯.૫૦ લાખની ચીજ વસ્તુઓનું વેચાણ

વંદે ગુજરાત અંતર્ગત સખી મેળાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સ્વસહાય જૂથના બહેનો આર્થિક રીતે પગભર થાય તે હેતુસર સખી મેળાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય કાર્યો અંતગર્ત મહિલાઓને સ્વરોજગારી અને તેમના કૌશલ્યને યોગ્ય દિશા મળી રહે તે માટે સ્વ સહાય જૂથ મારફતે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અને તેમની આવકમાંથી તેમને બચત કરવાની પ્રેરણા મળી રહે છે. અમરેલી ખાતેના સખી મેળામાં ૩૦ સ્ટોલ જેટલા સ્ટોલ છે. આ સખી મેળાની મુલાકાતે આજ દિન સુધી આશરે ૮ હજાર જેટલા લોકો દ્વારા મુલાકાત લેવામાં આવી છે. આ સખી મેળા દરમિયાન અંદાજે રુ. ૯.૫૦ લાખની ચીજ વસ્તુઓનું વેચાણ થયું છે.

Related Posts