fbpx
અમરેલી

અમરેલી ખાતે યોજાયેલા સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ગુરુકુળના બાળકોએ હીર ઝળકાવ્યું. 

અમરેલી ખાતે યોજાયેલા સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ગુરુકુળના બાળકોએ હીર ઝળકાવ્યું અમરેલી ખાતે તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ જિલ્લા કક્ષાના સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા જેસર રોડ ગુરુકુલનાં વિદ્યાર્થીઓએ પોતાનું હીર ઝળકાવ્યું..

જેમાં હાર્મોનિયમમાં કડવાણી પુષ્ટિ અજયકુમાર તથા લોકવાદ્ય ઢોલ સોજીત્રા ઓમ ઉમેશભાઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જ્યારે  ચારણી સાહિત્ય અંતર્ગત લોકવાર્તામાં વાઘેલા ખુશ ઉદયભાઇ તથા સહાયક તરીકે ગોસ્વામી મંત્ર કૌશિકગીરીએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. સહાયક મંત્ર ગોસ્વામીને ૧૫ ચાંદીનાં મેડલ જીતવામાં સફળતા મળી જ્યારે ગુરુકુળના સંનિષ્ઠ શિક્ષક કૌશિકગીરી  ગોસ્વામીને બે ચાંદીના મેડલ જીતવામાં સફળતા મળી હતી 

આમ સાવરકુંડલાના જેસર રોડ ગુરુકુલનાં બાળકોએ સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પણ કાઠું કાઢી ગુરુકુળનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે સંસ્થાના વડા પૂજ્ય શાસ્ત્રી ભગવત સ્વામીજી તથા સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથા આચાર્ય ગિરીશભાઇ વ્યાસ સાહેબે તેમજ સમગ્ર ગુરુકુલ પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.

Follow Me:

Related Posts