fbpx
અમરેલી

અમરેલી ખાતે યોજાયેલ આરોગ્ય મેળામાં ૧૫૨૩ લોકોએ વિનામૂલ્યે સારવાર કરાવી

સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વમા આરોગ્યની મોટામા મોટી યોજના આયુષ્યમાન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત સમગ્ર દેશમાં આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના મત વિસ્તારમા આજે ૨૬ માર્ચના અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે આરોગ્ય મેળો યોજાયો હતો.

આ આરોગ્ય મેળામાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી  કંચનબેન જીતુભાઈ ડેર સહિતના જનપ્રતિનિધિઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ સહિત જિલ્લા કક્ષાનાં અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ મેળામાં અમરેલી શહેર તથા તાલુકા કક્ષાએથી કુલ-૧૫૯૪ લાભાર્થીઓનું હેલ્થ મેળામાં રજીસ્ટ્રેશન કરવામાં આવેલ, જેમાં જનરલ ફીઝીશ્યન વિભાગમાં–૧૬૦, ગાયનેક વિભાગમાં-૧૮૩, બાળરોગ વિભાગમાં–૪૮, દાંતનાં રોગોનાં વિભાગમાં–૬૫, આંખનાં વિભાગમાં–૧૩૩, ઓર્થોપેડિક વિભાગમાં–૧૫૬, ચામડીનાં રોગોનાં વિભાગમાં-૫૭, આયુર્વેદ વિભાગમાં ૨૭, કાન-નાક–ગળા વિભાગમાં—૫૫ તથા જનરલ ઓપીડી-૬૮૭ લાભાર્થીઓનું નિદાન તથા સારવાર કરવામાં આવેલ, તેમજ આ હેલ્થ મેળા ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત ૨૩–લાભાર્થીઓનાં સ્થળ ઉપર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ અને ૨૩–લાભાર્થીઓને સ્થળ ઉપર કોવિડ વેકસીનેશન કરવામાં આવેલ.

આ હેલ્થ મેળામાં તજજ્ઞ ડોકટરશ્રીનાં રેફરલ મુજબ ૬૦–સગર્ભા માતાઓની સોનોગ્રાફી, ૧૫–લાભાર્થીઓનાં એકસરે, ૪–લાભાર્થીઓનાં એમ.આર.આઈ. તથા ૨–લાભાર્થીઓનાં સીટી સ્કેન કરવામાં આવેલ તેમજ સ્થળ ઉપર કુલ-૪૧૯ લાભાર્થીઓનાં લેબોરેટરી ટેસ્ટ વિના મુલ્યે કરી આપવામાં આવેલ.

Follow Me:

Related Posts