અમરેલી ખાતે લોકપ્રશ્નોના નિરાકરણ માટે કાર્યાલયની શરૂઆત કરતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા
અમરેલી વિધાનસભા વિસ્તારના અમરેલી કુકાવાવ વડીયા શહેર વિસ્તાર સહિત બન્ને તાલુકાના મળીને કુલ ૧૨૬ ગામડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન,મદદ તેમજ હૂફ મળે અને ધારાસભ્ય સાથે સીધો સંપર્ક સાધી શકાય તે ઉદ્દેશ્યથી ‘કર્તવ્યમ’ કાર્યાલયને તેમની પુત્રીના હાથે પારિવારિક સભ્યોની હાજરીમાં ધારાસભ્યશ્રીએ ખુલ્લું મૂક્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના ઉદ્દેશ્યને સાકાર કરવા અને જનતાની સેવા કરવા શરૂ કરાયેલ આ કાર્યાલયને લીધે લોકો પોતાની રજૂઆત સીધી જ અહીં કરી શકશે. જ્યારે જનતાને કામ પડે ત્યારે નેતાને શોધવા ન જવા પડે તેને જ સાચો જનપ્રતિનિધિ કહેવાય એ વાતને પડઘો એટલે આ કાર્યાલયની શરૂઆત.
અમરેલી વિધાનસભાના લોકોના પ્રશ્નોને વિધાનસભાથી માંડીને મંત્રીઓ સુધી પહોંચાડવાનું કામ વેકરિયા અસરકારકતાથી કરી રહ્યા છે.
અમરેલી વિધાનસભાની સમસ્યાઓનો ઉકેલ લાવવા આ કાર્યાલય કામ કરશે. કેન્દ્ર અને રાજય સરકારની ૧૮૦ જેટલી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું પ્રબળ માધ્યમ પણ ‘કર્તવ્યમ્’ કાર્યાલય કરશે. આ ઉપરાંત ડિજિટલ માધ્યમથી પણ લોકો સુધી પહોંચવા માટે એપ્લિકેશન બનાવવાની પ્રક્રિયા પણ હાલ શરૂમાં હોવાનું લોકો સાથે આગામી દિવસોમાં સીધો અને જીવંત સંપર્ક કરી શકાશે.
આ કાર્યાલય માત્ર ધારાસભ્યને બેસવાની નહીં, પણ લોકોની સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણની જગ્યા છે એમ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments