fbpx
અમરેલી

અમરેલી ખાતે સંવિધાન બચાવવોનો કાર્યક્રમ યોજાયો

અમરેલી કુંકાવાવ રોડે ઓમ ઈન્ડ. ખાતે સંવિધાન બચાવવોનો કાર્યક્રમ યોજાયો જેમાં અમરેલી શહેર, અમરેલી તાલુકા, કુંકાવાવ/વડીયા તાલુકાના દલિત સમાજના આગેવાનો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. જેમાં ખાસ કરીને વર્તમાન ભાજપ સરકારની વિરૂધ્ધમાં તમામ સમાજે ભેગા મળી એકહી સાથે ભાજપ સરકારને પરાજીત કરીને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને ટેકો આપવાનું વંચન આપ્યું હતુ.

અમરેલી શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ ડી.ડી. પરમાર .અમરેલી તાલુકા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ જે.બી. મકવાણા, કુંકાવાવ તાલુકા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ અતુલભાઈ પડાયાની જહેમતથી ખુબ જ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો હાજર રહયા હતા. આવાનારા સમય કોંગ્રેસને મત આપી કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને વિશાળ સંખ્યામાં સમર્થન જાહેર કરી આખી અમરેલી વિધાનસભા માંથી અનુસુચિત જાતિના આગેવાનો વધુમાં વધુ કોંગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય બનાવવાનું આયોજન કર્યું હતું.

Follow Me:

Related Posts