યુવાઓને રોજગાર એનાયતપત્રો અને એપ્રેન્ટીસશીપના કરારપત્રો તેમજ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરાશે
રોજગાર કચેરી દ્વારા જિલ્લાના ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી ઘડતરની ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થાય તેવા હેતુસર રોજગાર ભરતીમેળા કાર્યક્રમનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મળેલ સહાય તેમજ નવીનતમ પ્રકલ્પોના શુભારંભ હેતુસર જિલ્લા કક્ષાના સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે ૩૦ ડિસેમ્બરના સવારે ૧૦ કલાકથી અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અને અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભરતી મેળાના માધ્યમથી રોજગારી મેળવેલ યુવાઓને રોજગાર એનાયતપત્ર તેમજ ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ કરવામાં આવેલ કરારપત્રનું વિતરણ અને શ્રમેવ જયતેના સુત્રને સાર્થક કરતા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેની યોજના હેઠળ નોંધાયેલ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
Recent Comments