અમરેલી , ખેતી વાડી વીજ કનેકશનના અલગ અલગ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરી કરનાર ઇસમને કુલ કિં.રૂ .૩૦,૪૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.
વિગતઃ ગઇ તા .૦૨ / ૦૬ / ૨૦૨૨ ની રાત્રિના કોઇ અજાણ્યો ઇસમે અમરેલી , ભોજલીયા મંદિર પાસે , ખેતી વાડી વીજ કનેક્શનના અલગ અલગ ટ્રાન્સફોર્મરમાથી કુલ ૨૩૦ લીટર ઓઇલ કિં.રૂ .૧૭,૪૮૦ / – ની ચોરી કરેલ હોય , જે અંગે પી. જી.વી , સી.એલ.ના નાયબ ઇજનેરશ્રી મુકેશભાઇ રામભાઇ પરમાર ઉ.વ .૪ ર રહે , અમરેલી , ચિતલ રોડ , જ્યોતીરાવ નગર સોસાયટીનાઓએ ફરીયાદ આપતા , અજાણ્યા આરોપી વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે . એ – પાર્ટ ગુ.રનં ૧૧૧૯૩૦૦૪૨૨૦૫૬૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . થયેલ હતો . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું . અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ગઇ કાલ તા .૨૨ / ૦૬ / ૨૦૨૨ ના રોજ મળેલ બાતમી હકિકત આધારે અમરેલી , બહારપરા , ફાટક પાસે રહેતા ઇસમને ઉપરોકત ચોરીમાં ગયેલ ઓઇલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પો.સ્ટે.માં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ વિકુ ઉર્ફે ઠંડો હિરાભાઇ વાઘેલા , ઉ.વ .૪૧ , રહે . અમરેલી , બહારપરા , સાવરકુંડલા રોડ , ફાટક પાસે તા.જિ.અમરેલી , → પકડાયેલ મુદ્દામાલ ઓઇલ ૨૦૦ લીટર ભરેલ ચાર કેબરા કિં.રૂ .૧૫,૨૦૦ / – તથા મોટર સાયકલ રજી . નં . GJ – 03 – DS – 5194 કિં.રૂ .૧૫,૦૦૦ / મળી કુલ કિં.રૂ .૩૦,૪૦૦ / – નો મુદ્દામાલ . Sto CO આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .



















Recent Comments