અમરેલી

અમરેલી-ચલાલા માર્ગ પર ગત વર્ષે અકસ્‍માત કરી નાશી ગયેલ આરોપી ઝડપાયો

સને-ર0ર0માં વાહન અકસ્‍માત કરી, નુકશાન કરી, નાસી જનાર આરોપીને પકડી પાડી, વાહન અકસ્‍માતનો ગુનો અમરેલી એલ.સી.બી. ટીમે ડીટેકટ કરેલ છે.

ગુનાની વિગત એવા પ્રકારની છે કે, ગત તા. રર/1ર/ર0ના રોજ નિકુલભાઇ મુકેશભાઇ વાળા, ઉં.વ.ર6, ધંધો-લુહારી કામ, રહે. ચકકરગઢ રોડ, પોતાની અર્ટીગા ફોરવ્‍હીલ કાર નંબર જી.જે.-01 કે.કયુ. રપ46ની લઇને અમરેલીથી ચલાલા તરફ જતા હતાં, ત્‍યારે ચલાલા તરફ જવાના રોડ પર સાજીયાવદરના પાટીયે, ફોરવ્‍હીલ હોન્‍ડા સીટી રજીનં જી.જે.-06-ડી.બી. 8008ના અજાણ્‍યા વાહન ચાલકે, પોતાના હવાલા વાળી ફોરવ્‍હીલ કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી, અર્ટીગા ફોરવ્‍હીલની પાછળ ભટકાવી, ફોરવ્‍હીલમાં આશરે કિ. રૂા. 1,00,000નું નુકશાન કરી, નાસી ગયેલ હોય, જે અંગે નિકુલભાઇ મુકેશભાઇ વાળાએ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ઉપરોક્‍તત હોન્‍ડા સીટી ફોરવ્‍હીલના અજાણ્‍યા ચાલક વિરૂઘ્‍ધ ફરિયાદ આપતાં અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્લામાં બેદરકારીથી વાહન ચલાવી, અકસ્‍માત સર્જી, નાસી જનાર આ અજાણ્‍યા આરોપીને શોધી કાઢી, તેમના વિરૂઘ્‍ધ કાયદેસરકાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા હોન્‍ડા સીટી રજીનં જી.જે.-06 ડી.બી.-8008ના ચાલક જય જીતેન્‍દ્રભાઇ રામવાણી, (ઉં.વ.ર1), રહે. વડોદરા વાળાને આણંદ મુકામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

Related Posts