અમરેલી જવાહર નવોદય વિદ્યાલય (મોટા ભંડારિયા, બાબાપુર રોડ) માં વર્ષ-૨૦૨૫ ધો.૬ માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ www.navodaya.gov.in વેબસાઇટ પર તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજી (વિનામૂલ્યે-નિઃશુલ્ક) કરવી. તા.૧૬-૦૯-૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરવી. પ્રવેશ પરીક્ષા તા.૧૮ જાન્યુઆરી, ૨૦૨૫એ યોજાશે. અરજદારની લાયકાત- અરજદારે ફોર્મ ભરતી વખતે અમરેલી જિલ્લાની સરકારી, માન્યતા પ્રાપ્ત શાળામાં ધો.૫ માં અભ્યાસ કરતા હોવા જોઇએ. વિદ્યાર્થીનો જન્મ તા.૦૧-૦૫-૨૦૧૩ થી તા.૩૧-૦૭-૨૦૧૫ (બન્ને દિવસો સહિત) થયેલો હોવો જોઇએ.ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ ધો. ૩, ૪ અને ૫ નો અભ્યાસક્રમ ગ્રામીણ ક્ષેત્રની શાળામાં કર્યો હોવો જોઇએ. જો ત્રણ વર્ષ દરમિયાન એક પણ દિવસ શહેરી વિસ્તારની શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેઓએ ફોર્મ ભરતી વખતે શહેરી ક્ષેત્ર લખવું ફરજિયાત છે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીની વિગતો સાથે ધો.૫ ની શાળાના આચાર્યના સહિ વાળું ફોર્મેટ, વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહી વગેરે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. જે વિદ્યાર્થીઓ અનામતનો લાભ લેવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારની સૂચિમાં આવતા હોવા જોઈએ, તેમ અમરેલી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા.૧૬ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવી


















Recent Comments