fbpx
અમરેલી

અમરેલી જિલ્લમાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહો માટે 30 ઉપરાંત પાણીની કુંડી ઓ છેલ્લા 2 વર્ષથી ખાલી

અમરેલી જિલ્લમાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહો માટે 30 ઉપરાંત પાણીની કુંડી ઓ છેલ્લા 2 વર્ષથી ખાલી સિંહો સહીત વન્યપ્રાણી ઓ પાણી પીવા વલખા મારી રહ્યં છે દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોનો સૌરાષ્ટ્રમાં સૌવથી વધુ સિંહો અમરેલી જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે ત્યારે અહીં ગીર અને રેવન્યુ બૃહદગીર અને દરિયાઈ કોસ્ટલ બેલ્ડ ઉદ્યોગ ગૃહો માં સિંહોનો વસવાટ ખુબ વધી રહ્યો છે જયારે રાજુલા જાફરાબાદ વિસ્તાર સિંહોના વસવાટ વાળા જુદા જુદા વિસ્તારમાં તપાસ કરતા એક પણ સિંહો માટે પાણીની કુંડી ભરેલી નથી જયારે અહીં છેલ્લા 2 વર્ષથી સિંહો માટે પાણીની કુંડી ઓ ખાલી પડેલી છે જેના કારણે મોટાભાગની કુંડી ઓ તૂટી પણ પડી છે જેથી આ વિસ્તારના સિંહો પાણી માટે રીતસર વલખા મારી રહ્યં છે તો કેટલીક કુંડી ઓનું અસ્તિત્વ જ નથી રહ્યું સિંહો માટે પાણીની કુંડી ઓ ખાલી હોવાને કારણે સિંહો ગમે ત્યારે આ વિસ્તાર માં ખેડૂતો ના ખેતરો માં રહેણાંક વિસ્તાર માં પાણી પીવા માટે ઘુસી જાય છે અને આ વિસ્તારના સ્થાનિક લોકો કહે છે આ વિસ્તારમાં 2 વર્ષ થી પાણીની કુંડી ઓ વનવિભાગ દ્વારા ભરવામાં આવી નથી જેથી સિંહો વન્યપ્રાણી પશુ પક્ષી ઓ પાણી વાંકે વલખા મારી રહ્યા છે અને અન્ય જાહેર સ્ત્રોતો વાડી વિસ્તારમાં પાણી પિતા ક્યારેક જોવા મળે છે તો ક્યારે પાણીની શોધ માં તરસીયા સિંહો ગમે ત્યારે વલખા મારતા હાઇવે ઉપર પણ લટાર મારતા જોવા મળે છે જયારે તળાવો નદી ગંદા પાણી પિતા પણ જોવા મળે છે જેથી સરકાર આ વિસ્તારની પાણીની કુંડી ઓ ભારે તેવી પણ માંગ ઉઠાવી છે…..

હાલ ઉનાળાની ઋતુ હોવાને કારણે કાળઝાળ ગરમી અને આકરો તાપમાન વધી રહ્યો છે ત્યારે આ વિસ્તાર ની 30 થી 40 કેટલી સિંહો માટે ની પાણીની કુંડી ઓ ખાલી હોવાને કારણે સિંહો ઉપર સંકટ ઉભું થયું છે સિંહ પ્રેમીઓના કહેવા પ્રમાણે તરસિયા સિંહો જાય તો જ્યાં જાય ઘણી વખત સિંહો ખરાબ પાણી પીય રહ્યા છે આ વિસ્તાર ખરો પટ છે મસમોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે ત્યારે સિંહો ને બચાવવા હોય તો મોટી મોટી વાતો કરતી રાજ્યની સરકાર તાત્કાલિક પાણીની કુંડી ઓ ભરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને સિંહ પ્રેમી ઓ માંગ ઉઠાવી રહ્યં છ…

પાલીતાણા શેત્રુંજી ડીવીજન હેઠળ આવતી રાજુલા અને જાફરાબાદ વનિવભાગ ની અતિ મહત્વની રેન્જ છે ત્યારે સમગ્ર મામલે વનવિભાગ સાથે વાતચીત કરવા માટે નો પ્રયાસ કર્યો પરંતુ અહીં 6 મહિનાથી આરએફઓની જગ્યા ખાલી પડી છે જેથી કોઈ જવાબદાર અધિકારી હાજર નથી જયારે અહીં મોટી સંખ્યમાં સિંહોનો વસવાટ છે પરંતુ પાણીની વ્યવસ્થા નથી ત્યારે હવે આ મુદ્દે સ્થાનિક લોકો અને સિંહ પ્રેમીઓ માં પણ નારાજગી જોવા મળી રહી છે ત્યારે પાણી વાંકે સિંહોના મોત થાય તે પહેલા સરકાર અને વનવિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ તે સૌવથી મોટો સવાલ ઉઠી રહ્યો છે

Follow Me:

Related Posts