અમરેલી જિલ્લાનાં ખાંભામાં ગરબા જાેવા ગયેલા એક યુવકનું વીજશોક કારણે મૃત્યુ
અમરેલી જિલ્લામાં અપ મૃત્યુના વધું બે બનાવો સામે આવ્યા છે. ખાંભામાં નવરાત્રી જાેવા માટે ગયેલ ૧૩ વર્ષીય કિશોરને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નિપજ્યું હતું આ બનાવને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં અમરેલીના કુંકાવાવ જકાતનાકા પાસેથી બિનવારસી લાશ મળી હતી. અમરેલીમાં કુકાવાવ જકાતનાકા નજીક બસ સ્ટન્ડમાંથી ભાવનગર જિલ્લાના નાની વાવડી ગામના રહેવાસી ૪૮ વર્ષીય વિનુભાઈ પરસોતમભાઈ ચૌહાણ નામના વ્યક્તિની બિન વારસી હાલતમાં લાશ મળી આવી હતી.
કોઈ અગમ્ય કારણોસર તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા વધુ તપાસ શરૃ કરી હતી. તો બીજાે બનાવ ખાંભામાં સામે આવ્યો હતો. અહીં સરકારી હોસ્પિટલ સામે આવેલ રુદ્ર ગણ નવરાત્રી મંડળ ખાતે નવરાત્રી મહોત્સવ જાેવા માટે ગયેલ અરમાન દોસુભાઈ દલ નામના ૧૩ વર્ષીય કિશોરને અચાનક ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવને લઇને ખાંભા પોલીસ મથક ખાતે તેના પિતાએ જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી શરૃ કરી હતી.
Recent Comments