fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના આંબા, ચરખડિયા, વાંકિયા સહિતના ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

 બે માસના મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં શુક્રવારે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામે ગાંડા બાવળનું પપ્રુનિંગ કરવામાં આવ્યું હતું. જે.સી.બીની મદદથી વર્ષોથી જામી ગયેલા બાવળને હટાવી જગ્યા સ્વચ્છ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામે ગામની જાહેર બજાર, મંદિર, સ્કુલની આસપાસ સાફ સફાઈ કરવામાં આવી હતી. ગ્રામજનો અને સ્વચ્છાગ્રહીઓ દ્વારા આ અભિયાનમાં સ્વયંભુ જોડાઈ અને વિશેષ શ્રમદાન કર્યુ હતું. દરમિયાન અમરેલી તાલુકાના વાંકિયા ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન તળે ગાંડા બાવળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો અને સ્વચ્છ ભારત અભિયાન ગ્રામિણના કર્મયોગીઓ દ્વારા જે.સી.બી.ની મદદથી વર્ષોથી નડતર થતા બાળ દુર કરી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી.

          આ અભિયાન અંતર્ગત તા.૬ નવેમ્બર થી તા.૧૧ નવેમ્બર,૨૦૨૩ સુધી શહેરના તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડમાં સફાઈ ઝુંબેશ યોજાશે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ-કોલ બનાવવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે.  આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે.

Follow Me:

Related Posts