અમરેલી

અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના સનાળા ગામે ફસાઈ ગયેલા ચાર વ્યક્તિને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના સનાળા ગામે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ૪ વ્યક્તિ રાંદલ માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તેમને પરત ફરતી વખતે વરસાદી પાણીને લીધે તેમનો માર્ગ રોકાઈ ગયો હતો. તેમને પરત ફરવામાં મોડું થાય એમ હતું અને એ ચાર વ્યકિતના જીવનું જોખમ પણ હતું. તેમના રસ્તા પર પાણી ફરી વળતા તે ફસાઈ ગયા હતા.

આ ચાર મુસાફરોએ કંટ્રોલ રુમનો સંપર્ક કરી તેમની સ્થિતિ વિશે જાણ કરી હતી. તેમણે મદદ માંગતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી આ ચાર મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

Related Posts