અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને વરસાદથી નુકસાન પામેલા રોડના રિકાર્પેટ કરવાના કામ જલ્દી હાથ ધરાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના નાજાપુર એપ્રોચ રોડ ૨(બે) કિલોમીટર રસ્તાના રિસરફેસના કામ માટે રૂપિયા ૭૦ લાખની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલી જિલ્લાના આ મુખ્ય રસ્તાનું રિકાર્પેટ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના નાજાપુર એપ્રોચ રોડ રૂા. ૭૦ લાખના ખર્ચે રિસરફેસ કામને મંજૂરી અપાવતા અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા.

Recent Comments