અમરેલી

અમરેલી જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ ની એક અગત્યની મીટીંગ યોજાઇ

આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા , કોંગ્રેસ પક્ષ ની વિચારધારા જનજન સુધી પહોંચાડ્યા , તથા પ્રજાલક્ષી કાર્યક્રમ ધરણા પ્રદર્શન , મડલ –સેક્ટર ગ્રામ સમિતિ , બુથ મેનેજમેન્ટના સંદર્ભે સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી શ્રી રામકિશન ઑઝાજી ના અધ્યક્ષ સ્થાને તારીખ ૪ માર્ચ ૨૦૨૩ ને શનિવારના રોજ હોટલ મિન્ટ , એરપોર્ટ રોડ , રાજકોટ ખાતે અમરેલી જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ ની એક અગત્યની મીટીંગ નુ આયોજન થયેલ હતું .

આ મિટિંગમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી કે રૈયાણી , જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પડ્યા , જગદીશભાઈ તળાવીયા , અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનીષભાઈ ભડેરી , પીસીસી ડેલિગેટ રફિકભાઈ મોગલ , જિલ્લા ઓ બી સી સેલના પ્રમુખશ્રી રમેશભાઈ ગોહેલ , સિનિયર અગ્રણી શ્રી અરવિંદભાઈ સિતાપરા તથા નરેશભાઈ અધ્યારૂ ઉપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે ઉપસ્થિત સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી શ્રી રામકિશન ઓઝાજી એ જિલ્લા મા કોંગ્રેસ પક્ષ ના સગઠન ને રાષ્ટ્રીય કે પ્રદેશ ક્ષાએ થી નક્કી કરવા મા આવેલ કાર્યક્રમો મુજબ અદાણી સ્ટેમ્ તથા મોઘવારી જેવાપ્રજાલક્ષી મુદ્દાઓ જિલ્લા ના જન જન સુધી પહોંચે તે માટે કાર્યક્રમો કરવા આહવાન કરવામા આવ્યું હતું

Related Posts