fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ: ૨૪/૦૮/૨૦૨૩ના  રોજ શાળાના “એન.એસ.એસ. યુનિટ”  અને પૂજ્ય બા-દાદા કરુણા કલબ દ્વારા  નર્મદ જયંતિની ઉજવણી ખુબ સરસ રીતે ઉજવણી કરવામાં આવેલ.

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સામયિક શરૂ કરનાર, અર્વાચીનોમાં આદ્ય ગણાતા, તેમજ જય જય ગરવી ગુજરાતના સર્જક એવા નર્મદની જન્મ જયંતિ જનતા વિદ્યાલય, તાતણિયા દ્વારા અનોખી રીતે ઉજવવામાં આવી. આ તકે શાળા પરિવાર દ્વારા નર્મદ અંગે બાળકોને માહિતી આપવામાં આવેલી, તેમજ નર્મદ દ્વારા લખેલા ગીત ગાવાની સ્પર્ધા શાળા દ્વારા યોજવામાં આવેલી.

આપણા ગુજરાતી સાહિત્ય અને તેમાંય ગુજરાતી સાહિત્યને અર્વાચીન યુગમાં લઈ જનાર નર્મદને બાળકો સરસ રીતે સમજે, તેમના ગીતોમાં રહેલ ગુજરાતીપણું અને આપણી સંસ્કૃતિને આપણા વારસાને અને નર્મદે ગુજરાતી કાવ્યમાં આરોપેલી ઊર્જાને સમજે તે માટે આ અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેનું શીર્ષક જય જય ગરવી ગુજરાત ગીત સ્પર્ધા રાખવામાં આવેલ. આ તકે બાળકોને નર્મદના ગીતો વિશે માહિતી આપવામાં આવેલી અને એક વિદ્યાર્થી સાંખટ વૈભવી બળવંતભાઈ દ્વારા નર્મદના ગીત નું ગાન કરવામાં આવેલુ. આમ આ કાર્યક્રમ સુંદર રીતે સમાપ્ત થયેલ. આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમની ઉજવણી બદલ સમગ્ર શાળા પરિવારને ટ્રસ્ટ પરિવાર અને ગ્રામજનો દ્વારા અભિનંદન આપવામાં આવેલ.

Follow Me:

Related Posts