અમરેલી જિલ્લાના ખાંભા થી ઉના, તુલસીશ્યામ અને સોમનાથ 100 કિ. મી સ્ટેટ હાઇવે બિસ્માર બન્યો છે આ સ્ટેટ હાઇવે પર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર માંથી પર્યટકો અને ટુરિસ્ટ માટે મહત્વનો માનવામાં આવતો હોય છે ત્યારે આ સ્ટેટ હાઇવે રોડ છેલ્લા ૨ વર્ષથી બિસ્માર છે અને દર વર્ષ ચોમાસુ આવે મુસીબત ઉભી હોય અને રોડ પર બે બે ફૂટના ખાડા પડી જાય અને વાહન ચાલકો અને રાહદારીઓ પર પસાર થવું એટલે માથાનો દુખાવા સમાન બન્યું છે ખાંભા – સોમનાથ સ્ટેટ હાઇવે રોડ અતિ બિસ્માર બની ગયો છે અને બે બે ફૂટના ખાડા પડી જવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને આ રોડ પરથી ઉના , તુલસીશ્યામ , દિવ અને સોમનાથ મોટી સંખ્યા માં પ્રવાસીઓ પસાર થતા હોય અને આ રોડ બિસ્માર હોવાના કારણે ભારે મુસીબતનો સામનો કરવો પડે છે.
દર ચોમાસુ આવે અને ખાંભા – સોમનાથ સ્ટેટ હાઇવે પર મસ મોટા ખાડા પડી જાય છે વાહન ચાલકો મુસીબત માં મુકાઈ છે જેમાં ખાસ કરીને ખાંભા બસ સ્ટેશન થી સિવલ કોર્ટ સુધીનો રોડ અતિ બિસ્માર બન્યો અને આ રોડ પર સિવિલ કોર્ટ , જીઈબી ઓફીસ, સ્કૂલ અને માર્કેટિંગ યાર્ડ હાલ ધમધમી રહ્યું છે ત્યારે અહીં થી વાહન ચાલકો પસાર થવું એટલે તોબા તોબા .
ખાંભા થી સોમનાથ રોડ મહત્વનો માનવામાં આવતો હોય છે ત્યારે આ રોડ બે વર્ષથી બિસ્માર બન્યો છે અને સ્થાનિક લોકો પણ આ રોડ બિસ્માર બનવાથી મસ મોટા બે બે ફૂટના ખાડા ના કારણે પરેશાન બન્યા અને અનેક વાર રજુઆત કરવા છતાં રોડનું કામ કરવામાં આવતું નથી અને ખાંભા થી કોર્ટ સુધીનો રોડ તો વિકાસ પથનો માનવા માં આવે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી
















Recent Comments