fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા નો એસ.ટી.ડેપો છેલ્લા ૨૨ વર્ષથી અડીખમ શોભાના ગાંઠિયા સમાન ઊભો છે.

અમરેલી જિલ્લાના ખાંભા નો એસ.ટી.ડેપો છેલ્લા ૨૨ વર્ષથી અડીખમ શોભાના ગાંઠિયા સમાન ઊભો છે.

અનેક સત્તા આવી ને ગઈ છતાં હજુ સુધી આ એસ.ટી ડેપો શરૂ કરવામાં નથી આવ્યો

અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકા નો એસટી ડેપો છેલ્લા ૨૨ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલ છે તમામ પ્રકારની સુવિધા ઉપલબધ કરવામાં આવી હતી વર્કશોપ સર્વિસ સ્ટેશન સાથે તૈયાર કરવામાં આવેલ હાલ એસટી ડેપો ખંઢેર હાલત માં અડીખમ ઊભો છે ખાંભા તાલુકા નીચે 57 જેટલા ગામો આવેલા છે.. ખાંભા ગામના સ્થાનિકોએ અનેક વખત સરકારને પણ રજૂઆત કરી છે છતાં આ ડેપો આજ દિવસ સુધી શરૂ કરવામાં નથી આવ્યું ખાંભા તાલુકો મધ્યનું તાલુકો છે 35 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલો તાલુકો છે ધારી અમરેલી સાવરકુંડલા રાજુલા અને ઉના વચ્ચે આવેલો તાલુકો છે… ખાંભા આવતી તમામ એસટી બસો ખાંભા ગામની મધ્યમાં રોડ ઉપર બસ સ્ટોપ કરવામાં આવે છે તેને લઈ ટ્રાફિકની સમસ્યા દિવસભર સર્જાઈ છે વર્ષોથી ખાંભા ના રહીશો આ ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખાંભા ગ્રામ પંચાયત એસટી બસ સ્ટોપ માટે ખાંભા શરૂઆતમાં જગ્યા ફાળવી હતી ત્યાં જ આજ દિવસ સુધી એસ.ટી.બસો નો સ્ટોપ થાય છે મોટી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે… નવા ચૂંટાયેલા સરપંચ એ જણાવ્યું હતું કે ખાંભા તાલુકો અમરેલી જિલ્લા નો એક પછાત તાલુકો છે ક્યાંક ને ક્યાંક ખાંભા તાલુકા સાથે અન્યાય થઇ રહ્યો છે ખાંભા તાલુકો ભાવનગર ગીર સોમનાથ જિલ્લા સાથે જોડાયેલો છે આ તાલુકાના બાવન ગામ ના વિદ્યાર્થીઓ ખાભા અભ્યાસ અર્થે આવે છે સરકાર પાસે માંગ કરી રહ્યા છે આ પડતર એસટી ડેપોને રીનોવેશન કરીને એસટી ડેપો ની સુવિધા આપે અને ખાંભા સાથે થતો અન્યાય દૂર કરે સરકાર માત્ર મોટા કાર્યક્રમો કરે છે આવા નાના પ્રશ્નો ને ધ્યાને લેવામાં આવતા નથી સ્થાનિકોએ પણ ચિમકી ઉચ્ચારી છે કે આવનારા દિવસોમાં આ એસટી ડેપો શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ બનશે.

Follow Me:

Related Posts