ખરીફ ઋતુ ૨૦૨૩-૨૪માં , મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદીની માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૬૩૭૭, મગ માટે રૂ. ૮૫૫૮, અડદ માટે રૂ. ૬૯૫૦,અને સોયાબીન માટે રૂ. ૪૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં ખરીફ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યુ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૨૫/૦૯/૨૦૨૩ થી તા. ૧૬/૧૦/૨૦૨૩ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) ખાતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરાવી શકાશેય. ઉપરોક્ત પાકની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા આગામી તા. ૨૧/૧૦/૨૦૨૩થી શરૂ કરવામાં આવશે. જેની તમામ ખેડૂતોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જિલ્લાના ખેડૂતોએ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી માટે ૧૬ ઓક્ટોબર સુધીમાં નોંધણી કરાવવી


















Recent Comments