અમરેલી

અમરેલી જિલ્લાના ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના માટે અરજી કરવા સૂચના

અમરેલી તા. ૭ જૂન, ૨૦૨૨ મંગળવાર – અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના માટે તા. તા.૩૦ જુલાઈ, ૨૦૨૨ સુધી અરજી કરી શકશે. સરકારશ્રી દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના-૧ અને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર (સજીવ ખેતી) યોજના-૨ અંતર્ગત અલગ અલગ વિષયો જેમ કે, ૧, મુખ્ય પાકો પર નવિનતમ પ્રયોગ દ્રારા આગવી કોઠાસૂઝથી વિકસાવેલ વધુ ઉત્પાદન આપતી નવીન જાતની સિદ્ધીનું પ્રદાન અથવા પોતાના વિસ્તારમાં નવીન પાક દાખલ કરવો ૨, જળ સંચાલન અને જળ વ્યવસ્થા, પિયત પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ અને કાર્યક્ષમ ઉપયોગ દ્રારા મેળવેલ સિદ્ધિનું પ્રદાન, વરસાદના વહી જતા પાણીનું રીચાર્જીંગ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા સંગ્રહ કરી કુવા, બોરના તળ ઉંચા લાવવા માટે ખેડૂતોના બહોળા સમુહને પ્રેરણારૂપ બને તેવી અનેરી સિધ્ધીનુ પ્રદાન ૩,સુકી ખેતી ક્ષેત્રે મેળવેલ સિધ્ધીનું પ્રદાન ૪,નવીનતમ સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિનું પ્રદાન ૫, ખેતી અંગેની વિવિધ પ્રક્રિયા જેવી કે, ખેડ, વાવણી, રોપણી, આંતરખેડ, નિંદામણ, સ્પેસીંગ, કાપણી, થ્રેસીંગ કે, અન્ય પ્રકારના ખેતી ઉપયોગી ખેત ઓજારેને આગવી કોઠાસૂઝથી વિકસાવવાની સિધ્ધીનું પ્રદાન અને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર (સજીવ ખેતી) યોજના-૨ અંતર્ગત સેન્દ્રીય ખેતીમાં કૃષિ ઇનપુટ્સમાં નવીનતમ કૃષિ ટેક્નોલોજીનો ઉપયોગ, ખેતી પાકો, બાગાયતી પાકોનું સેંદ્રીય ખેતીનું સર્ટીફાઈડ ઉત્પાદન કરવા અંગે, સેન્દ્રીય ખેતીની ઉપજના પ્રોસેસીંગ, મુલ્યવર્ધન તથા બજાર વ્યવસ્થા, સેન્દ્રીય ખેતીના પ્રચાર-પ્રસાર અને જાગૃતિ માટે આપેલ યોગદાન જેવા વિવિધ વિષયોમાં ખેડૂતોને પુરસ્કાર આપવામાં આવે છે. અરજીકર્તા ખેડૂતોએ અરજીફોર્મ http://dag.gujarat.gov.in પરથી મેળવી લેવાનું રહેશે અને સંપૂર્ણ વિગતો ભરીને નિયત સાધનીક કાગળો સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી-અમરેલી ખાતે પહોંચતું કરવાની રહેશે એવું જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts