અમરેલી જિલ્લાના ખેડૂત ખાતેદારોને માલિકીની જમીનના પાનીયા અલગ કરવા અમલ કરાવતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા
અમરેલી જિલ્લાના ખેડૂત ખાતેદારોને તેમની માલિકીની જમીનના પાનીયા અલગ કરવા સારૂ પરીપત્રના અર્થઘટનનમાં વિસંગતતાઓ દૂર કરવા ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીને રજૂઆત કરવામાં આવેલ હતી. જે અન્વયે તા. ૧૬/૦૨/૨૦૨૩ના રોજ કલેકટરશ્રી, અમરેલીએ તમામ પ્રાંત અધિકારીશ્રી/મામલતદારશ્રીને પત્ર પાઠવીને પાનીયા અલગ કરવા સુધારા હુકમ કરી ગ્રામ દફતરે અમલવારી કરવા જણાવેલ છે.
ખેડૂતપુત્ર અને અમરેલી ધારાસભ્ય/ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાએ અમરેલીના ખેડૂતો સરળતાથી જમીનના ભાગ પાડીને પાનીયામાં સુધારો કરે તેવા ઉમદા આશયથી કલેકટરશ્રી, અમરેલી દ્વારા આ હુકમ કરેલ છે. જેને અમરેલીના ખેડૂતભાઇઓએ વધાવેલ છે. અને માન. નાયબ મુખ્ય દંડકશ્રી, કૌશિકભાઇ વેકરિયાને શુભેચ્છાઓ પાઠવી છે.
Recent Comments