અમરેલી જિલ્લાના ગામોની સાંસ્કૃતિક માહિતીનો સર્વે હાથ ધરાશે
‘મેરા ગાંવ મેરી ધરોહર‘ હેઠળ કોમન સર્વિસ સેન્ટર દ્વારા સર્વેની કામગીરી કરાશે
અમરેલી કોમન સર્વિસ સેન્ટરના ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી અભય મોડાસીયા દ્વારા ભારત સરકારના નવા પ્રોજેક્ટ ‘મેરા ગાંવ મેરા ધરોહ૨’ માટેની જિલ્લાના તમામ સીએસસી ઓપરેટરોને તાલીમ આપવામાં આવી હતી. માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય અને કોમન સર્વિસ સેન્ટરના દ્વારા કરવામાં આવનાર સર્વે જિલ્લાના તમામ ગામોની સાંસ્કૃતિક માહિતી એકત્રિત કરી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી લોકો સુધી પહોંચાડાશે.
ઉલ્લેખનીય છે કે આ સર્વે સાંસ્કૃતિક વારસો મેરા ગાંવ મેરી ધરોહર ઓળખાશે અને સાંસ્કૃતિક શબ્દનો સીધો અર્થ એ થાય છે કે જેમાં કંઈક વિશેષ છે અથવા તે જૂની છે, સરકાર તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. જેમાં ગામના નાગરિકોના સહકારથી ગામ, તાલુકો, જિલ્લો શું વિશેષ બનાવે છે તેની વિશેષતા નોંધવામાં આવશે. જેની સંપૂર્ણ વિગત જિલ્લાના કોમન સર્વિસ સેન્ટરના ઓપરેટરો દ્વારા ફોટા, વીડિયો અને તેને લગતી સંપૂર્ણ માહિતી પણ અપલોડ કરવામાં આવશે. કોમન સર્વિસ સેન્ટર દ્વારા આવી બધી વસ્તુઓને એકત્ર કરી મોબાઈલ એપ દ્વારા પ્રોજેક્ટમાં દાખલ કરવામાં આવશે.
તાલીમ દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વી.બી.પરમાર, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અશરફ કુરેશી તેમજ બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments