અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ થી વધુ કોવીડ કેર સેન્ટરો કાર્યરત
હોમ ક્વોરન્ટાઈનની સુવિધા ન હોય તેવા દર્દીઓએ તંત્રનો સંપર્ક સાધવા અપીલ
સમગ્ર ગુજરાતની સાથે અમરેલી જિલ્લામાં પણ કોવીડ-૧૯ નું સંક્રમણ વધી રહ્યુ છે, જે ધ્યાને લેતાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આગામી સંભવિત પરીસ્થિતિને પહોંચી વળવા કોરોનાનાં દર્દીઓને જ્યાં હોમ આઈસોલેશનની સુવિધા ન હોય તેવા દર્દીઓ માટે વિવિધ ગ્રામ્યકક્ષાએ કોવીડ કેર સેન્ટર જરૂરીયાત મુજબ દરેક ગામે શરૂ કરવામાં આવનાર છે. હાલ જિલ્લામાં બાબરા તાલુકામાં જામ બરવાળા, ખાંભા તાલુકામાં ખાંભા, રાજુલા તાલુકામાં માંડળ, નવા આગરીયા, પીપાવાવ, ધુડીયા આગરીયા, માંડરડી, જાફરાબાદ તાલુકામાં લુણસાપુર, શિયાળબેટ, લાઠી તાલુકામાં મતિરાળા, અમરેલી તાલુકામાં તરકતળાવ, ચિત્તલ, બાબાપુર, જાળીયા, વાંકીયા ગામો ખાતે વિલેજ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જે દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનની સુવિધા ન હોય, તેવા દર્દીઓએ સ્થાનિક ગ્રામ પંચાયત તથા સ્થાનિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જાહેર પ્રજા જોગ અપીલ કરવામાં આવે છે.
Recent Comments