અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જિલ્લામાં તા.૮ થી તા.૧૦ ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઉજવણી સંપન્ન થઈ હતી. જેના અંતર્ગત ચિત્ર અને રંગોળી વેશભૂષા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, અધિકારીઓ કર્મયોગીઓ, અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને, ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નીકળી હતી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો દેશભક્તિના રંગે રંગાયા હતા
શાળાઓમાં આ ઉજવણીના ભાગરુપે વેશભૂષા સ્પર્ધા, દેશભક્તિની થીમ પર વકતૃત્વ તેમજ રંગોળી સ્પર્ધા જેવા રચાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યથી દેશભક્તિની જ્યોત પ્રજવલ્લિત થઈ હતી. જિલ્લાની વિવિધ શાળાઓમાં પારંપારિક વેશભૂષા પહેરીને આવેલા વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા. અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ૬,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિમાં જોડાયા હતા. આગામી દિવસો દરમિયાન નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા કક્ષાના કાર્યક્રમ દ્વારા ઘરે-ઘરે ભારતની આન, બાન અને શાન સમો તિરંગો લહેરાવી અને નાગરિકો દેશભક્તિના પર્વમાં જોડાશે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નીકળી તિરંગા યાત્રા

Recent Comments