અમરેલી

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

કેન્દ્ર સરકારના જળ શકિત મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલન દ્વારા ‘સ્વચ્છતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને રાજય સરકાર દ્વારા દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૩૧ ઓકટોબર ૨૦૨૪ સુઘી ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનની મુખ્ય થીમ ” સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” રાખી ગ્રામ્ય જીવનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરુપે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ) અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા, રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોએ અને સ્વચ્છ ભારત મિશન ગ્રામિણના કર્મયોગીઓએ સાથે મળીને ગામના રસ્તાઓ, શેરીઓ અને જાહેર સ્થળોની સફાઈ કરી અને ગ્રામજનોને આંગણું, ફળીયું, શેરી અને પાદરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો. 

  આ કાર્યક્રમ ફકત સરકારી કાર્યક્રમ બની ન રહેતા સાચા અર્થમાં જન ભાગીદારીથી ગામડુ ખરેખર કાયમી ઘોરણે સ્વચ્છ અને સ્વસ્થ બને, લોકો સ્વચ્છતાના આગ્રહી બને, વર્ષોથી એકઠો થયેલ કચરો કાયમી ઘોરણે નિકાલ થઇ એ જગ્યા ૫ર વૃક્ષારો૫ણ થાય, ગામમાં કાયમી ઘોરણે પ્લાસ્ટીકનો ઉ૫યોગ સદંતર બંઘ થાય, ઉકરડાનો નિકાલ થાય, પાણી ભરાઇ રહેતા ખાડા ખાબોચીયાનો નિકાલ થાય, ગામ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળુ બની રોગચાળા મુકત બને તે બાબતને ઘ્યાનમાં રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts