( મંગળવાર) સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત વિજ્યા દશમીના પાવન અવસરે રજાના માહોલની વચ્ચે પણ અમરેલી જિલ્લાના ગામડાંઓમાં સ્વચ્છતાં અભિયાન યોજાયુ હતું. અમરેલી જિલ્લાના સ્વચ્છાગ્રહીઓએ આ પ્રસંગે સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. મંગળવારે અમરેલી તાલુકાના જસવંતગઢ મેડી ખાતે શાળા અને આંગણવાડીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યમાં આંગણવાડીના બહેનો, શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે રાજુલા તાલુકાના સમઢિયાળા-૦૧ ખાતે જય યોગેશ્વર સખી મંડળ દ્વારા શિવજીના મંદિરની આસપાસ સાફ સાફઈ કરવામાં આવી હતી. જિલ્લામાં ”સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત તા. ૨૩ ઓકટોબર થી ૨૮ ઓક્ટોબર,૨૩ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી,બિલ્ડિંગ, શાળા અને કોલેજ કેમ્પસ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ રહી છે. આગામી રવિવારે ગ્રામ્ય અને શહેરના અનિયમિત વિકસિત અને અવિકસિત વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ યોજાશે.
જય 000


















Recent Comments