અમરેલી

અમરેલી જિલ્લાના તમામ જનસેવા તથા ઇ-ધરા કેન્દ્રો રાબેતા મુજબ શરુ

કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય તેમજ નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે માટે જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો તથા ઈ-ધરા કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મળેલી સૂચના મુજબ દરેક કચેરીઓ સંપૂર્ણપણે ૧૦૦% સ્ટાફ સાથે કાર્યરત થતા જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા કેન્દ્રો અને ઈ ધરા કેન્દ્રોની અરજદારોને લગતી કામગીરી આજથી રાબેતા મુજબ શરુ કરવામાં આવી છે. આવા કેન્દ્રો ઉપર લોકોની સંખ્યા સામાન્ય કરતા વધુ સંખ્યામાં રહે છે માટે આવા સ્થળોએ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કોવીડ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Related Posts