અમરેલી

અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ માટે તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમ જાહેર

રાજ્યસ્તરે લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે અને લોકોને સરળતાથી ન્યાય મળે તે હેતુથી ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત કાર્યક્રમ અમલમાં છે. લોકોને જિલ્લા કે રાજ્ય સ્તર સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ દર માસે પણ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનો લાભ વધુમાં વધુ નાગરિકો મેળવી શકે  તે માટે રાજ્યની સંવેદનશીલ રાજ્ય સરકારે કર્યું છે.

જેને લક્ષમાં લેતાં આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં યોજાનાર તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ સંચાલન માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, અમરેલી, લાઠી, ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરાના નાયબ કલેક્ટરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમોનું સંચાલન કરશે.  જિલ્લાના તમામ તાલુકાઓ માટે વર્ષ એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ સુધીના તમામ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.

Related Posts