fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં ૫૭.૬૦ ટકા મતદાન

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને ગતરોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પૈકી જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર મતદાન પૂર્ણ જાહેર થયા બાદ ૫૭.૬૦ ટકા મતદાન નોંધાયું છે. ૯૪-ધારીમાં ૫૨.૮૩ ટકા, ૯૫-અમરેલીમાં ૫૬.૬૦ ટકા, ૯૬-લાઠીમાં ૫૮.૬૭ ટકા, ૯૭-સાવરકુંડલામાં  ૫૪.૧૯ ટકા અને ૯૮-રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં ૬૪.૯૧ ટકા મતદાન નોંધાયું છે.

જિલ્લામાં કુલ ૭,૨૫,૪૮૦ મતો નોંધાયા છે. આ પૈકી ૩,૯૭,૩૦૭ પુરૂષ મતદારો, ૩,૨૮ ૧૭૨ મહિલા મતદારો ૦૭ અન્ય મતદારોએ મતદાન કર્યું હતું. કુલ મતદાનની ટકાવારીમાં પુરુષ મતદારોની ટકાવારી  ૬૦.૯૮ ટકા  મહિલા મતદારોની ટકાવારી ૫૩.૯૮ ટકા, અન્ય મતદારોની ટકાવારી ૩૮.૮૯ ટકા નોંધાઈ છે.  સમગ્ર અમરેલી જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યા નથી. આ ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન સમાપ્ત થયું છે.

Follow Me:

Related Posts