અમરેલી

અમરેલી જિલ્લાના દુધાળા-લાઠી ખાતે આગામી તા. ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર-૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ યોજાશે

ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિપદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી સ્થિત સ્થળે આગામી તા. ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર-૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ-૨૦૨૩ યોજાશે. આજરોજ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને હેતની હવેલી,દુધાળા ખાતે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ સંબંધિત તમામ અધિકારી શ્રી સાથે ઝીણવટભરી બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી.

      જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ ઉત્સવ-૨૩ના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરુ કરી છે. જિલ્લા કલેકટર શ્રી દહિયાએ હેતની હવેલી,દુધાળા ખાતે ટેન્ટ સિટીવોટર સ્પોર્ટ્સફન ફેરફુડ સ્ટોલ સહિતના સ્થળે સંબંધિત સર્વે અધિકારી શ્રી સાથે સ્થળ વિઝિટ કરી હતી ઉપરાંત સંબંધિત તમામ અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ આપી હતી.

     લાઠી તાલુકાના દુધાળા ખાતે ગાગડીયો નદી પર ગુજરાત સરકાર અને શ્રી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે જળ સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. અહીં જળ સંરક્ષણને લઈને અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. જળ ઉત્સવ – ૨૦૨૩માં ટેન્ટ સિટીવોટર સ્પોર્ટ્સફન ફેર,ફુડ કોર્ટ સહિતના આકર્ષણો હશે જેની તડામાર તૈયારીઓ શરું કરવામાં આવી છે. જિલ્લા કલેકટર શ્રી દહિયાએ બેઠકમાં જણાવ્યું સંબંધિત અધિકારી શ્રી સર્વે જળ ઉત્સવ-૨૩ના આયોજનને લઈને કોઈપણ પ્રકારની કચાશ ન રાખે તે અપેક્ષિત છે.

    બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવપ્રાત અધિકારીશ્રી અમરેલી,લાઠી,ધારી,સાવરકુંડલાબગસરાડીઆરડીએ શ્રી વસ્તાણીડિવાયએસપી શ્રી વોરા સહિત સંબંધિત સર્વે અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts