અમરેલી જિલ્લાના દુધાળા-લાઠી ખાતે આગામી તા.૧૫ નવેમ્બર થીતા.૨૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ૧૦ દિવસીય જળ ઉત્સવ યોજાશે
ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના પદ્મશ્રી અનેઉદ્યોગપતિશ્રીસવજીભાઈધોળકિયાફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમેઅમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે આગામી તા. ૧૫ નવેમ્બર થી તા.૨૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ૧૦ દિવસીય ભવ્ય જળ ઉત્સવ-૨૦૨૩ યોજાશે.
જળ ઉત્સવ-૨૦૨૩ ‘India’s first carbon neutral water festival’ છે. હેતની હવેલી દુધાળા-લાઠી ખાતે જળ ઉત્સવ-૨૩ અંતર્ગત વિવિધ ઇવેન્ટ્સની તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. હાલ ટેન્ટ સિટી, મુખ્ય કાર્યક્રમ ડોમ, વોટર સ્પોર્ટ્સ, સેમિનાર અને કોન્ફરન્સ હોલ માટેની તૈયારીઓ પૂરજોશમાં શરુ છે. આ ઉપરાંત અન્ય વ્યવસ્થાઓ અને આનુષંગિક તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ જળ ઉત્સવને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ધોળકીયા ફાઉન્ડેશન તનતોડ મહેનત કરી રહ્યા છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓકરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અગાઉ જિલ્લા કલેકટર શ્રી દહિયાએહેતની હવેલી, દુધાળા ખાતે ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડસ્ટોલસહિતના સ્થળે સંબંધિત સર્વે અધિકારીશ્રીઓ સાથે સ્થળ મુલાકાત કરી હતી.
ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતેલાઠી તાલુકાના દુધાળા ખાતે ગાગડીયો નદી પર જળ સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન અહીં અમૃત સરોવર સહિતનાસરોવરોમાં પાણીનો સંગ્રહ થયો છે. અહીં જળ સંરક્ષણને લઈને અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. જળ ઉત્સવ – ૨૦૨૩માં ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડ કોર્ટ સહિતનાઆકર્ષણો હશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Recent Comments