ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ઘારી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૫૭૫/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(૪)(એન), ૩૭૬(૩), તથા પોકસો એકટ કલમ ૪, ૬, ૧૭, ૧૮ મુજબના ગુનાનો આરોપી છેલ્લા એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૧૩/૦૮/૨૦૨૩ નાં રોજ કોમ્બિંગ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ધારી, પાયલોટ ત્રણ રસ્તાથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
નનુભાઇ જલાભાઇ પરમાર, ઉ.વ.૪૮, રહે.ઓળીયા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ, તથા એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments