fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના નાગરિકોનો પર્યાવરણ  પ્રેમ થયો ઉજાગર :  અંદાજે ૨૩.૮૫ લાખ રોપાનું વિતરણ – વાવેતર

અમરેલી જિલ્લાના નાગરિકોનો પર્યાવરણ પ્રેમ ઉજાગર થયો છે, લોકોએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ માટે ભારે ઉત્સાહ દાખવતા આશરે ૨૩.૮૫ લાખ જેટલા રોપાઓનું વિતરણ – વાવેતર કરવામાં આવ્યું છે.

આ વૃક્ષારોપણના અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન સહભાગી બન્યા હતા અને ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  એક પેડ મા કે નામ અભિયાનને સફળ બનાવવા માટે અમરેલી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ફળાઉ, છાયાદાર ઔષધીય સહિતના રોપાઓનું વિનામૂલ્ય કે નજીવા દરે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્ય આ શહેરી વિસ્તારના જાહેર, ધાર્મિક અને પ્રવાસન,  સ્કૂલ-કોલેજ, સરકારી કચેરીઓ સહિતના સ્થળો ઉપરાંત અમૃત સરોવર ખાતે પણ વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, લોકો વૃક્ષ વાવેતરની સાથે વૃક્ષ ઉછેર માટે પણ સંકલ્પિત થયા છે. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં વાડી પ્રોજેક્ટ અને મનરેગા યોજના અંતર્ગત પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

એક પેડ મા કે નામ  અભિયાનને સફળ બનાવવા અને જન-જન સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું. તેના પરિણામે મહત્તમ વૃક્ષ વાવેતર શક્ય બન્યું છે અને હજુ પણ આ અભિયાન અંતર્ગત જિલ્લામાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ફળાઉ, છાયાદાર સહિતના વૃક્ષોના રોપા સરળતાથી મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ હેઠળ જિલ્લામાં ૧૬ જેટલી નર્સરી છે. આમ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પર્યાવરણ રક્ષણ પહેલ એક પેડ મા કે નામ  અમરેલી જિલ્લામાં અપાર આવકાર મળ્યો છે.

Follow Me:

Related Posts