અમરેલી

અમરેલી જિલ્લાના ને જોડતા તમામ સ્ટેટ હાઇવે રોડ ૧૫ કરોડના ખર્ચે નવા પેવર બનાવવા આવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની સફળ રજુઆત


બાબરા ચિતલ અમરેલી ચાંવડ લાઠી ધારી અને કોડીનારના માર્ગો બનાવાશે

    બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લાઠી વિધાનસભા વિસ્તાર સહિત અમરેલી જિલ્લા ને જોડતા માર્ગો કે જે સાત વરસ થી માર્ગો રિકાર્પટ રિસફેર્સ અને ફર્નીચડ કરવાની સતત રાજ્ય સરકારમાં રજુઆત કરતા હોય છે

ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાઠી વિધાનસભા સહિત જિલ્લાના અન્ય માર્ગો બનાવવામાં માટે રૂપિયા ૧૫ કરોડ ફાળવવામાં આવતા આ વિસ્તારની જનતામાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની સતત રજુઆતના કારણે રાજ્ય સરકારે બાબરા ચિતલ અમરેલી માર્ગ તેમજ ચાંવડ ઘારી કોડીનાર વિસ્તારના રોડ જે સાત વરસથી વધુ સમયમાં રિકાર્પેટ ન થયા હોય તેવા રાજ્ય સરકાર હસ્તકના તમામ માર્ગો મંજુર કરવાંમાં આવ્યા છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે અહીં વિસ્તારમાં રોડ બિસમાર બનતા સ્થાનિક લોક અને રાહદારીઓ દ્વારા વિસ્તાર તેમજ જિલ્લાના પ્રવાસ દરમિયાન સતત રજુઆત કરવામાં આવતી હતી અહીં હાડકા ખોખલા થઈ જાય તેટલી હદે માર્ગો ખરાબ થઈ ગયા હતા ત્યારે રાજ્ય સરકારમાં સતત રજુઆતના અંતે માર્ગો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી વર્ક ઓડેર ઈશ્યુ કરવામાં આવતા ટુક સમયમાં તમામ માર્ગોનું કામ શરૂ કરવામાં આવશે

Follow Me:

Related Posts