અમરેલી

અમરેલી જિલ્લાના પંચાયત તલાટી કમ મંત્રીઓ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ કરશે

અમરેલી જિલ્લાના પંચાયત તલાટી કમ મંત્રીઓ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ કરશે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડલના પડતર પ્રશ્ને કરી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. જિલ્લાભરના 519 ગામોના 310 તલાટી કમ મંત્રી આવતીકાલે કાલથી અચોક્કસ મુદત હડતાલ પર ઉતરશે.
જિલ્લાભરના તલાટી મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્ને જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામા આવ્યું હતું. સરકારમાં તલાટી દ્વારા 2018 થી પડતરપ્રશ્ન મુદ્દે નિરાકરણ ના આવતા આવતીકાલથી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

Follow Me:

Related Posts