fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યઓની સ્વાગત અભિવાદન યાત્રા

અમરેલી જિલ્લામાં વિકાસરૂપી કમળ ખીલ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની પાંચે પાંચ બેઠક પર મતદાતાઓએ ભાજપની સૌનો સાથ, સૌનો વિકાસની વિચારધારા પર ભરોસો મૂકીને ભવ્ય વિજય અપાવ્યો. આજરોજ આપણા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી જે વી કાકડિયા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયા અમરેલી જિલ્લામાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના શપથ વિધિ સમારોહ બાદ પધારી રહ્યા હોય
ત્યારે તેમને આવકારવા સૌ ઉત્સુક છે. અમરેલી જિલ્લા માટે ગૌરવભરી ક્ષણ એટલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તરીકેની જવાબદારી શ્રી કૌશિકભાઈ વેકરિયાને સોંપવામાં આવી છે.

જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સફળ નેતૃત્ત્વ થકી સમગ્ર જિલ્લામાં ભાજપના સંગઠનને મજબૂત કરવાની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. શ્રી કૌશિકભાઈ વેકરિયાના હરખના વધામણા કરવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાગત અભિવાદન યાત્રાનો આરંભ આજરોજ સવારના ૦૮:૩૦ કલાકે ચાવંડ ચોકડીથી થશે. ત્યારબાદ લાઠી, વરસડા, ઇશ્વરિયા થઈને અમરેલીમાં આવશે. અમરેલીમાં સૌ પ્રથમ પાંચેય ધારાસભ્યો દેવાધિદેવ મહાદેવ એવા નાગનાથ દાદાના દર્શન કરશે. દર્શન કર્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts