fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના બાંધકામ શ્રમિકો પોતાના બાળકોના અભ્યાસ માટે શિક્ષણ સહાય માટે અરજી કરી શકશે

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમા નોંધાયેલા અમરેલી જિલ્લાના બાંધકામ શ્રમિકો પોતાના બે બાળકો માટે રાજ્ય સરકાર દ્રારા પ્રતિ વર્ષ મળતી શિક્ષણ સહાય માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે અરજી કરી શકશે.

અમરેલી જિલ્લાના બાંધકામ શ્રમિકો ૨૦૨૦-૨૧ શૈક્ષણિક સત્રમા પ્રાથમિકથી ઉચ્ચ વિવિધ વિદ્યાશાખાઓમા અભ્યાસ કરતા પોતાના બે બાળકો લાભ લઇ શકે છે. આ શિક્ષણ સહાય મેળવવા નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓના બાળકોને આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રવેશ મેળવ્યા તારીખ, શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ૩ માસ સુધીમાં નિયત ધારા-ધોરણ પ્રમાણે સમય મર્યાદામા અમરેલી અર્જુન કોમ્પ્લેક્સ, ગોપી સિનેમા પાસે આવેલી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીને અરજી કરવા જણાવાયુ છે.

Follow Me:

Related Posts