અમરેલી જિલ્લાના બે ઇસમો દ્વારા ફેસબુક સોશિયલ મીડિયા પર હથિયાર સાથેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવતાં, બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવા તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ
તાજેતરમાં યુવા વર્ગમાં હથિયારો સાથેના પોતાના ફોટોગ્રાફ્સ સોશિયલ મિડીયામાં વાયરલ કરીને પોતાનું વર્ચસ્વ તથા રોફ જમાવવાની મનોવૃત્તિ જોવા મળતી હોય છે. પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિથી જાહેર જનતામાં ભય કે ઉત્સુક્તાનું વાતાવરણ ફેલાતું હોય છે. ત્યારે અમરેલી નવનિયુક્ત SP હિમકરસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર સર્વેલન્સ રાખી, આ પ્રકારે ગેરકાયદેસર હથિયારો સાથેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર અપલોડ કરી, જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઉભું કરતા ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા માટે અમરેલી પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામા આપતા એલસીબી સહિત સ્થાનિક પોલીસ સક્રિય થય કાર્યવાહી શરૂ કરી છે.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ PSI આર.કે.કરમટા તથા PSI પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત સર્વેલન્સ રાખવામાં આવેલ અને અમરેલી જિલ્લાના બે ઇસમો દ્વારા ફેસબુક સોશિયલ મીડિયા પર હથિયાર સાથેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવતાં, બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવા તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને હથિયારો સાથેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર અપલોડ કરી, જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઉભું કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કાર્યવાહી શરૂ કરી છે.
ફેસબુક પર હથિયાર સાથે ફોટોગ્રાફ્સ અપલોડ કરેલ ઇસમોઃ1. અતુલભાઇ ઉર્ફે મહેક જગદીશભાઇ કલાણીયા, રહે.ગાધકડા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી2. આલકુભાઇ ભગુભાઇ ખુમાણ, રહે.ગાધકડા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
એસપી હિમકરસિંહ દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખનારા ફોટા સોશ્યલ મીડિયા ઉપર યુવાનોના ફોટો જોવા મળે તો કાર્યવાહી કરવા LCB સહિત સ્થાનિક પોલીસને સુચના આપતા પોલીસ સોશ્યલ મીડિયા ઉપર એક્સનમાં આવી એક્ટિવ થઈ છે. ત્યારે હજુ કેટલાય યુવાનો પોલીસની જપટમાં ચડી શકે છે.
Recent Comments