અમરેલી જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટરશ્રીએ સમીક્ષા બેઠક યોજી

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આજે જિલ્લાના અરજદારો દ્વારા આપવામાં આવેલી અરજી કે કેસોમાં પારદર્શિતા જળવાની રહે તેવા આશયથી મહેસુલ વિભાગના પોર્ટલ iRCMS (ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ) અને RFMS પોર્ટલ (રેવન્યુ ફાઈલ મોનીટરીંગ સિસ્ટમ) ઉપર મળેલી અરજીઓની સમયસર અને નિયમિત રીતે એન્ટ્રી થાય તેમજ કેસોની વિગતો ઓનલાઇન અદ્યતન અપડેટ થાય તે સુનિશ્ચિત કરવા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ ઓનલાઇન બેઠકમાં જિલ્લાના મામલતદારશ્રીઓ તેમજ રેવન્યુ વિભાગના કર્મીઓ જોડાયા હતા.
Recent Comments