ગત ૦૬ ઓગસ્ટના રોજ સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે રોજગાર દિવસ નિમિતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રોજગાર વિભાગનું રોજગાર કચેરીમાં રજીસ્ટ્રેશન માટે નવું વેબ પોર્ટલ ‘અનુબંધમ’ ઉમેદવારો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્ટરવાઇઝ નોકરી શોધી શકશે. તથા રોજગારવાંચ્છું ઉમેદવાર ઘરે બેઠા આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ વેબપોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઇલ અપલોડ કરવાની રહેશે. નોકરીની શોધ કરતા યુવાનો https://anubandham.gujarat.gov.in/ નામની વેબસાઈટ/વેબપોર્ટ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી શકશે. અમરેલી જિલ્લાના વધુમાં વધુ યુવાનોઆ સેવાનો લાભ લે તેવો રોજગાર અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.
અમરેલી જિલ્લાના યુવાનો રોજગાર કચેરીની ઓનલાઈન નામ નોંધણી અનુબંધમ વેબપોર્ટલથી ઘરે બેઠા કરી શકશે


















Recent Comments