અમરેલી

અમરેલી જિલ્લાના લાઠી મુકામે ૨૬ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાકદિન નિમિત્તે ધ્વજવંદન થશે

સમગ્ર દેશમાં ગુરુવારે ૭૪માં પ્રજાસત્તાક દિનની ગૌરવભેર ઉજવણી થશે. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને  બોટાદ મુકામે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાકદિનની ઉજવણી થશે. અમરેલી જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાકદિનની ઉજવણી લાઠી સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે મત્સ્યદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને થશે. સવારે ૯.૦૦ કલાકે રાજ્યમંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે અને ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા હર્ષધ્વનિ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે. જિલ્લા પોલીસ દ્વારા સંગીતની સુરાવલીઓ પર માર્ચ પરેડ કરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ  કરવામાં આવશે. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts