અમરેલી

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામના યુવાનની હત્યા કરી, લાશને સળગાવી દેનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામે રહેતા જયરાજભાઇ જીલુભાઇ બોરીચા, ઉ.વ.૨૪ નાઓ ગઇ તા.૦૨/૦૪/૨૦૨૨ના સાંજના આશરે આઠેક વાગ્યે પોતાના ઘરેથી ભજનના પોગ્રામમાં જવાનું કહીને ગયેલ ત્યારબાદ ઘરે પરત નહીં આવતાં, ગુમ થનાર જયરાજભાઇના મોટાભાઇ ભરતભાઇ જીલુભાઇ બોરીચા, ઉ.વ.૩૨, ધંધો-હીરા ઘસવાનો, રહે.બવાડી, મફતપ્લોટ વિસ્તાર, તા.લીલીયા, જિ.અમરેલીનાઓએ લીલીયા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઇ જયરાજભાઇના ગુમ થયા અંગે જાહેરાત આપતાં, લીલીયા પો.સ્ટે.માં ગુમ જાણવા જોગ રજી. થયેલ હતી. પોતાની જાહેરાતમાં ભરતભાઇએ શકદાર તરીકે દિલુભાઇ દેવકુભાઇ બોરીચા, રહે.બવાડી, તા.લીલીયા વાળાનું નામ દર્શાવેલ હોય, કંઇક અઘટીત બનાવ બનેલ હોવાની શંકા આધારે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને અમરેલી ડિવીઝનના ના.પો.અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. તથા લીલીયા પોલીસ ટીમ દ્વારા શકદાર દિલુભાઇ દેવકુભાઇ બોરીચાને શોધી કાઢી, તેની સઘન પુછપરછ કરતાં, ચોંકાવનારી હકીકત ખુલવા પામેલ હતી.

આરોપી દિલુભાઇ દેવકુભાઇ બોરીચાના મોટાબાપુના દિકરા કનુભાઇ વલકુભાઇ બોરીચાની પત્ની સાથે ગુમ થનાર જયરાજભાઇને આડાસબંધ હોવાની આરોપી દિલુભાઇને અગાઉ ખબર પડી જતાં, દિલુભાઇએ જયરાજભાઇને ઘણો સમજાવેલ પરંતુ તે માનેલ નહીં. જેથી આ દિલુભાઇએ ગુમ થનાર જયરાજભાઇને ગઇ તા.૦૨/૦૪/૨૦૨૨ ની રાત્રે પોતાની ક્રાંકચ ગામના કેડે આવેલ વાડીએ લઇ જઇ જયરાજભાઇને છરીના ઘા મારી, તેનું મોત નીપજાવી, તેની લાશ ત્યાં જ સળગાવી નાખેલ. બાદમાં આ અંગેની જાણ દિલુભાઇએ પોતાના બાપુજી દેવકુભાઇને કરતાં, તેમણે જયરાજભાઇના શરીરના બળેલ હાડકાઓ ક્યાંક નાખી દીધેલ હોવાની કબુલાત આપેલ હતી.

ઉપરોક્ત કબુલાત આધારે આરોપી દિલુભાઇને સાથે પોલીસે તેની વાડી/ખેતરે તપાસ કરતાં, તેના ખેતરના શેઢા ઉપર એક રાખના ઢગલામાંથી માનવ હાડકાના ટુકડાઓ તથા મરણ જનાર જયરાજભાઇની કાંડા ઘડીયાળ સ્ટીલનું ઢાંકણુ તથા રાખના ઢગલાની આજુ-બાજુમાં લોહીના ડાઘ-નિશાન મળી આવેલ. આ ઉપરાંત ગારીયાધાર મુકામે બાપા સીતારામ આશ્રમના ગેટ પાસે વોકળામાંથી મરણ જનાર જયરાજભાઇનો ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન પણ મળી આવેલ. મરણ જનાર જયરાજભાઇને આરોપી દિલુભાઇએ છરીના ઘા મારેલ તે દરમિયાન ઝપા-ઝપીમાં દિલુભાઇના બંન્ને હાથમાં ઇજાઓ થયેલ હોવાથી તેણે ગારીયાધાર મુકામે ડો.કોલડીયા સાહેબના દવાખાને સારવાર કરાવેલ હોવાનું પણ તપાસ દરમિયાન જાણવા મળેલ હતું.

ઉપરોક્ત હત્યાના બનાવ અંગે મરણ જનાર જયરાજભાઇના ભરતભાઇ જીલુભાઇ બોરીચા નાઓની ફરિયાદ પરથી લીલીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૫૨૨૦૧૮૯/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ હતો
.

પકડાયેલ આરોપીઓઃ

(૧) દિલુભાઇ દેવકુભાઇ બોરીચા, ઉ.વ.૨૭, ધંધો.હીરા ઘસવાનો, રહે.બવાડી, તા.લીલીયા, જિ.અમરેલી. (ર) દેવકુભાઇ ભીમભાઇ બોરીચા, ઉં.વ.૫૫, ધંધો.ખેતી, રહે.બવાડી, તા.લીલીયા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને અમરેલી ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા લીલીયા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી ડી.સી. સાકરીયા તથા તેમની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts