અમરેલી જિલ્લાના વડિયા – અમરનગર રોડને રૂા. ર કરોડના ખર્ચે જોબ નંબર અપાવતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા.
અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગનાં પંચાયત હસ્તકના વડિયા – અમરનગર રોડ, અંદાજિત ૪.૦૦ કિલોમીટર રસ્તાના રિસરફેસના કામ માટે રૂપિયા ૨ કરોડની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી અમરેલી જિલ્લાના આ રસ્તાનું રિકાર્પેટ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments