અમરેલી

અમરેલી જિલ્લાના વાહન વેચાણકારો અને ગેરેજવાળા સહિતનાઓએ નિયમોનું પાલન કરવું ફરજિયાત

સમગ્ર અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો અને આતંકવાદી પ્રવૃત્તિઓની શક્યતાને ટાળવાના ઉદ્દેશથી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર ગૌરાંગ મકવાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ ની કલમ – ૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારોના વાહન વિક્રેતાઓ, ગેરેજવાળાઓ અને વાહનો તોડવાનો વ્યવસાય કરતા હોય તેવા તમામે પાળવાના નિયમો અને જાળવવાના દસ્તાવેજો નક્કી કર્યા છે.

કોઈપણ જુની કાર,સાયકલ અને સ્કુટર વેચનાર વ્યક્તિએ તેમજ ખરીદનાર વ્યક્તિએ આ માહિતી મુજબ રજીસ્ટર નિભાવવાનું રહેશે. વેચનારનું નામ, સરનામું અને વેચાણનું કારણ, ખરીદનારનું નામ,સરનામું અને મોબાઈલ નંબર, ખરીદનારનું આઈ.ડી.પ્રૂફ તથા રેસીડેન્ટ પ્રૂફની વિગત,જુનું ખરીદવાનું કારણ અને તારીખ, એન્જીન,ચેસીસ નંબર,મોડલ નંબર,રજીસ્ટ્રેશન નંબર વગેરેની ઝેરોક્ષ પણ રાખવાની રહેશે. આ જાહેરનામું તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી અમલી રહેશે. જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts