સાવરકુંડલા તાલુકાના વિજપડી થઈ રાજુલા, જાફરાબાદ, પોર્ટ પીપાવાવ તેમજ અન્ય ગામોમાં જોડાતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી એટલી હદે ખરાબ છે ન પુછો વાત. આ રસ્તા પર કેટલાંય લોકો દરરોજ માટે આવ જાવ કરતા હોય છે. વિજપડી ગામમાં અવાર નવાર રાજકીય નેતાઓ અને અધિકારીઓ આ રસ્તા પર ચાલતા હોય પણ ક્યાંક ને ક્યાંક વિકાસ રૂંધાય રહ્યો હોય તેવું લાગે છે. રેલવે સ્ટેશનથી વિજપડી બસ સ્ટેન્ડ સુધી રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તો તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે એવું અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
અમરેલી જિલ્લાના વિજપડી ગામથી રેલવે સ્ટેશન સુધી રસ્તો બિસ્માર હાલતમાં

Recent Comments